• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

મતદારયાદી બની નવું રાજકીય રણમેદાન

રાઘવ ચઢ્ઢાના નામનો વિવાદ અને કેરળમાં આંતરિક જૂથબંધી

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 6 : સંસદનું સત્ર સમાપ્ત થઈ ગયું છે, પણ દેશના રાજકારણની ગરમી ઓછી થવાનું નામ નથી લેતી. શનિવારે રાજકારણનું કેન્દ્ર સંસદ ભવનમાંથી નીકળીને રાજ્યોની રાજધાની અને સત્તાનાં વર્તુળ સુધી પહોંચી ગયું હતું. કેટલાંક સ્થળોએ મતદારયાદીના વિશેષ સઘન પુન:નિરીક્ષણ (એસઆઈઆર)ન લઈને આરોપ પ્રત્યારોપ કરવામાં આવ્યા હતા. ક્યાંક સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે રસ્તા પર ઉતરવાની તૈયારીઓ દેખાડવામાં આવી હતી.