નવા અૉર્ડર્સ અને રોજગારની માત્રા વધી
નવી દિલ્હી, તા. 3 (એજન્સીસ): પાછલા અૉક્ટોબર મહિનામાં દેશમાં મેન્યુફેક્ચરિંગની
કામગીરીમાં સતત વધારો જળવાઈ રહ્યો હતો અને તેનો ઈન્ડેક્સ પાછલા સપ્ટેમ્બરના 57.7 અંકથી
વધીને 59.2 અંક થયો હતો. એસએન્ડપી ગ્લોબલ દ્વારા આજે પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડામાં
આ માહિતી આપવામાં આવી.....