અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 23 : સોનાના ભાવમાં ગયા સપ્તાહમાં 9 ટકાનું ગાબડું પડ્યા પછી સોમવારે રિકવરી આવી હતી. ન્યૂયોર્કમાં સ્પોટ સોનામાં 2 ટકાથી વધારે સુધારો થતા 3620 ડોલરના મથાળે ચાલી રહ્યું હતુ. સોનું 3539 ડોલરના તળિયાના સ્તરેથી ઉંચકાયું હતુ. ચાંદીનો ભાવ 42.41 ડોલર થઇ ગયો હતો. સોના કરતા ચાંદીમાં હળવો સુધારો થયો હતો. 24 કેરેટ સોનાનો ભાવ રાજકોટમાં રૂ. 1500 વધીને...