• મંગળવાર, 24 નવેમ્બર, 2026

સેન્સેક્ષમાં 1484 પૉઈન્ટસનો કડાકો

સતત ચાર સપ્તાહની ઝળહળતી તેજી બાદ બજારમાં નફા તારવણી

મુંબઈ, તા. 23 : દીપાવલી પહેલાં સુધારા તરફી બનીને લોકોની દિવાળી સુધારનાર ભારતીય શૅરબજાર આજે પટકાયું હતું. છેલ્લાં લગભગ 15થી 20 સત્રમાં તેજીનો ઝળહળાટ પાથરનારા બજારમાં પ્રોફિટ બુકિંગ તથા અન્ય કારણોસર ધબડકો થયો હતો. મોટી ઊથલપાથલ બાદ છેલ્લે સેન્સેક્ષ 1483.72 (1.71 ટકા) પોઈન્ટ્સ ઘટીને 82,435.99 પોઈન્ટ્સ ઉપર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 450.95 પોઈન્ટ્સ....