માનવ સેવા કેન્દ્ર પાસેની ઘટનામાં ગુજરાતી સિનિયર ટાયર નીચે આવી ગયાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : દહીંસર (પૂર્વ)માં એસ વી રોડ પર આવેલા માનવ કલ્યાણ કેન્દ્રના જંક્શન પાસેના સિગ્નલ ઉપર આજે સવારે 10 વાગ્યે બેફામ ઝડપે જઈ રહેલા ડમ્પરે ઉર્વશી નિર્મલ શાહ (64) નામના ગુજરાતી વૃદ્ધાને કચડતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઉર્વશી શાહ રસ્તો ઓળંગવા માટે રસ્તાના ડિવાઈડર પાસે હતાં ત્યારે ડમ્પરે તેમને અડફેટે લીધાં હતાં. ગંભીર રીતે ઘવાયેલાં ઉર્વશી શાહને પહેલાં ઘટના....