10 મહિનામાં વિનયભંગના 51 અને બળાત્કારના ચાર કેસ નોંધાયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : રેલવેમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીના આંકડા ચોંકાવનારા છે. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના સત્તાવાર આંકડા પ્રમાણે 2025 અને 26માં (અૉક્ટોબર સુધીમાં) પશ્ચિમ રેલવે કરતાં મધ્ય રેલવેમાં મહિલાઓના વિનયભંગ અને બળાત્કારના કેસ વધુ નોંધાયા છે. મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં આ સમયગાળા દરમિયાન વિનયભંગના 33 અને બળાત્કારના ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા