એસસીઓ બેઠક માટે તૈયારી : વડા પ્રધાન મોદી નહીં જાય તો કોણ ભાગ લેશે તેના પર નજર
નવી દિલ્હી, તા. 24 : પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં ખટાશ છતાં બંને દેશ વચ્ચે ફરી એક વખત બહુપક્ષીય મંચ પર સંપર્કની સંભાવનાઓ સર્જાઈ છે. પાકિસ્તાન આવતાં વર્ષે શાંધાઈ સહયોગ સંગઠન (એસસીઓ) હેઠળ યોજાનારી સંસ્કૃતિ મંત્રીઓની બેઠકમાં સામેલ થવા ભારતને નિમંત્રીત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બેઠક આવતાં વર્ષના આરંભે પાકિસ્તાનની અધ્યક્ષતામાં.....