સોનાના ભાવ સર્વોચ્ચ ટોચથી રૂ. 50,000 જેટલા તૂટ્યા, એક મહિનામાં રૂ.15,000થી વધુનું ગાબડું
તુષાર પંડયા તરફથી
અમદાવાદ, તા. 24 : સોનાના ભાવમાં ટોચેથી નોંધપાત્ર ઘટાડો થયો છે. કિંમતમાં બોલેલા કડાકાથી અમદાવાદમાં જ્વેલર્સ શો-રૂમોમાં લગ્નસરાની ખરીદી માટે ભીડ જામતી જોવા મળી રહી છે. સોની વેપારીઓના મતે સોનું તેની સર્વોચ્ચ ટોચથી રૂ. 50,000-53,000 સસ્તું થયું છે, જેનો લાભ લેવા ગ્રાહકો આતુર બન્યા છે. દેવ-દિવાળીથી શરૂ થતી લગ્નસરાની સીઝનને અનુલક્ષીને બજારમાં ખરીદીનો....