• બુધવાર, 25 નવેમ્બર, 2026

12 વર્ષે એકવાર ખૂલે છે નાસિકનું આ મંદિર

કુંભમેળો ચાલે ત્યાં સુધી ખોલવામાં આવે છે સિંહસ્થ શ્રી ગંગા ગોદાવરી મંદિર

અમારા પ્રતિનિધિ તરફથી

નાસિક, તા. 24 : મંદિરોના શહેર તરીકે જાણીતા નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે એક એવું મંદિર છે જે 12 વર્ષે ખોલવામાં આવે છે. સિંહસ્થ શ્રી ગંગા ગોદાવરી મંદિરનો સંબંધ નાસિકના સિંહસ્થ કુંભમેળા સાથે છે. આથી દર બાર વર્ષે જ્યારે આ કુંભમેળો ભરાય છે ત્યારે આ મંદિરને ખોલવામાં આવે છે અને મેળો પૂરો થાય છે ત્યારે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. નાસિકના સિંહસ્થ કુંભમેળાનું ધજારોહણ 31 અૉક્ટોબરે કરવામાં....