જો 2026ના અંત પહેલાં ઈરાન સમજૂતી નહીં કરે તો જોયા જેવી થશે : ટ્રમ્પ
નવી દિલ્હી, તા.24: અમેરિકા અને ઈરાન વચ્ચેની લડાઈમાં શાંતિનો માર્ગ મળી રહ્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ધમકી આપતાં કહ્યું છે કે, જો નવા વર્ષ સુધીમાં ઈરાન સાથે કોઈ સમજૂતી નહીં થાય તો અમેરિકા તેના પર ફરીથી સૈન્ય હુમલો કરશે. ટ્રમ્પે વાટાઘાટો અંગે ઈરાનના વલણની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેહરાનના અધિકારીઓ વાતને ફેરવવામાં ખૂબ જ માહેર.....