• શનિવાર, 27 એપ્રિલ, 2024

પરંપરાગત પોશાકની સાદગી સુંદરતાને વધારે છે : નિહારિકા રોય  

ઝી ટીવી પર પ્રસારિત થતી સિરીઝ `પ્યાર કા પહેલા નામ રાધા મોહન' માં તાજેતરમાં સાત વર્ષનો લીપ આવ્યો છે અને સિરિયલમાં રાધા અને મોહનની અલગ જિંદગી દર્શાવવામાં આવી રહી છે. સાથે કલાકારોના લૂક પણ ચેન્જ કરવામાં આવ્યા છે. વિશે રાધાનું પાત્ર ભજવી રહેલી નિહારિકા રોયે જણાવ્યું હતું કે, લીપ બાદ રાધિકાના પાત્રમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. મને પરંપરાગત લૂકની સાદગી બહુ ગમી છે, પણ હવે તેનો મોડર્ન અવતાર પાત્રના નવા પાસાઓને છતાં કરે છે. લીપ પહેલા અને બાદમાં આવેતા ફેરફાર વિશે મારું માનવું છે કે દર્શકો રાધિકાના પાત્ર સાથે કનેક્ટ કરી શકશે. કારણ કે લીપ બાદ તે વધુ સ્વતંત્ર અને બિન્ધાસ્ત દર્શાવવામાં આવી છે.