• શનિવાર, 27 એપ્રિલ, 2024

અંકિતા લોખંડે ફિલ્મો અને સિરિયલ ફ્રીમાં કરવા તૈયાર  

બિગ બૉસની 17મી સિઝનમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી અભિનેત્રી અંકિતા લોખંડેના હાથમાં હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. તે ટૂંક સમયમાં રણદીપ હુડ્ડા દિગ્દર્શિત અને અભિનીત ફિલ્મ `સ્વાતંત્ર્યવીર સાવરકર'માં તેમની પત્ની યમુનાબાઈની ભૂમિકામાં જોવા મળશે. નોંધનીય છે કે અંકિતાએ ફિલ્મ માટે મહેતાણું લીધું નથી.

તાજેતરમાં અંકિતાએ અંગે જણાવ્યું હતું કે, હવે હું એવા મુકામે પહોંચી ગઈ છું કે પૈસો મારી પ્રાથમિકતા નથી. આમ તો તે હંમેશાં મારી સેકન્ડ પ્રાયોરિટી રહી છે. મને જે પાત્રો મળે છે અને જે હું ભજવી રહી છું તે મારા માટે સૌથી મહત્ત્વની બાબત છે અને રહેશે. તો હું પૈસા કરતાં પ્રોજેક્ટ પાછળ વધારે ભાગુ છું. સારા અને દમદાર પ્રોજેક્ટ્સ માટે હું મફતમાં ફિલ્મો અને શૉ કરવા પણ તૈયાર છું. 

ટીવી સિરિયલોમાં ફિમેલ એક્ટ્રેસની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. મારા વેતનમાં સુધારો એટલા માટે થયો છે કારણ કે હું ટીવીમાંથી કામ કરીને આવી છું અને સિરિયલોમાં મહિલા સશક્તીકરણને પ્રાધાન્ય આપવામાં આવે છે અને તેનાથી હું હંમેશાં પ્રભાવિત થઈ છું.