• શનિવાર, 27 એપ્રિલ, 2024

સલમાનનો ભત્રીજો બનાવશે `ડમ્બ બિરિયાની' 

અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો દીકરો અરહાન ખાન પૉડકાસ્ટ ક્ષેત્રે ડેબ્યૂ કરવાનો છે. તેણે પોતાના પૉડકાસ્ટનું નામ `ડમ્બ બિરિયાની' રાખ્યું છે. 

આ પૉડકાસ્ટમાં અરહાન સાથે તેના અન્ય બે મિત્રો સલમાન ખાન, મલાઈકા અરોરા, અરબાઝ ખાન, મહિપ કપૂર, નીલમ કોઠારી સોની, સીમા સજદેહ, ભાવના પાંડે અને ઓરી જેવા મહેમાનો સાથે વાતચીત કરતો જોવા મળશે. તેના પૉડકાસ્ટને યુટયૂબ પર સ્ટ્રીમ કરવામાં આવશે. 

અરહાન તેના કાકા સલમાન ખાન સાથે પહેલી વાર ક્રીન શેર કરતો નજરે ચડશે. 

અરબાઝ અને મલાઈકાએ તેના દીકરાના આ પ્રોજેક્ટ માટે આતુરતા બતાવી છે ત્યારે કરણ જોહરે પણ આ પૉડકાસ્ટ માટે અરહાનને અભિનંદન પાઠવ્યા હતા. 

તાજેતરમાં આ પૉડકાસ્ટનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું તેમાં સલમાન ખાનની ઝલક જોવા મળી હતી.

નોંધનીય છે કે અરબાઝ અને મલાઈકાએ 18 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હતો. અરબાઝે તાજેતરમાં મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યાં હતાં ત્યારે મલાઈકા પણ ટૂંક સમયમાં તેના લૉન્ગ ટાઈમ બૉયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે લગ્ન કરવાની હોવાનું કહેવાઈ રહ્યું છે.