• શનિવાર, 27 એપ્રિલ, 2024

11 વર્ષ બાદ રિતિક રોશન ફરી બનશે ક્રિશ

બૉલીવૂડ અભિનેતા રિતિક રોશનની સુપરહીરો થ્રિલર ક્રિશ ફ્રેન્ચાઈઝીના ચોથા ભાગની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. કોઈ મિલ ગયા, ક્રિશ અને ક્રિશ થ્રી ફિલ્મોની સફળતા બાદ ફિલ્મમેકર રાકેશ રોશન ચોથી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. રિતિક રોશન તેના પિતા રાકેશ રોશન સાથે મળીને ફિલ્મની ક્રિપ્ટ અને અન્ય સેગમેન્ટનું કામ શરૂ કરશે. હાલમાં રિતિક તેની આગામી સિક્વલ ફિલ્મ વૉર ટુની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ તે ક્રિશ ફોર માટે કામ કરશે. મળતી માહિતી અનુસાર રાકેશ રોશન ફિલ્મની આઈડિયા અને ક્રિપ્ટિંગનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂરું કરશે અને આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તેવી ગણતરી કરી રહ્યા છે.

ક્રિશ ફ્રેન્ચાઈઝીની શરૂઆત વર્ષ 2003ની ફિલ્મ કોઈ મિલ ગયાથી થઈ હતી. તેમાં પ્રીતિ ઝિન્ટા, રિતિક રોશન અને રેખાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેના ત્રણ વર્ષ બાદ ફિલ્મની સ્પિન અૉફ સિક્વેન્સ ક્રિશ ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે પણ બૉક્સ અૉફિસ પર સારું પ્રદર્શન કરતાં ક્રિશ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ રિલીઝ કરાયો હતો અને તેના 11 વર્ષ બાદ ભારતના પહેલા સુપરહીરો ગણાતા `િક્રશ'ના ચોથા ભાગની તૈયારીઓ શરૂ થઈ હોવાથી ચાહકો આ ફિલ્મનો ઈંતેજાર કરી રહ્યા છે. આ ફિલ્મમાં અગાઉની ત્રણેય ફિલ્મો કરતાં એડ્વાન્સ એક્શનની સાથે કથા પણ દમદાર દર્શાવવામાં આવશે અને આ માટે એડ્વાન્સ સ્ટેજ પર કામ ચાલી રહ્યું છે.