• સોમવાર, 29 એપ્રિલ, 2024

`તન્વી ધ ગ્રેટ' માટે જાપાનીઝ ડીઓપીની પસંદગી  

અભિનેતા અનુપમ ખેરના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મ `તન્વી ગ્રેટ' માટે અૉસ્કર વિજેતા મ્યુઝિક ડિરેક્ટર એમએમ કીરાવણી સંગીત બનાવશે સમાચાર હજુ તાજા છે ત્યાં ફિલ્મ માટે જાપાનીઝ ડીઓપી કીકો નાકાહારાની પસંદગી મેકર્સે કરી છે. અનુપમ ખેરે મહાશિવરાત્રિના દિવસે તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મની ક્રિપ્ટ દમદાર હોવાથી તેઓ દિગ્દર્શન અને સિનેમેટોગ્રાફીમાં દર્શકોને પ્રભાવિત કરવા માટે કોઈ કસર છોડવા માગતા નથી. તેઓ દર્શકોને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ આપવા માગે છે એવું તેમણે જણાવ્યું હતું.

અંગે નાકાહારાએ જણાવ્યું હતું કે, મેં તન્વી ગ્રેટ ફિલ્મની ક્રિપ્ટ વાંચીને પોતાની જાતને ફિલ્મ સાથે ઈમોશનલી કનેક્ટ થઈ શકી હોવાથી પ્રોજેક્ટ માટે મેં હા પાડી હતી. અનુપમ ખેર સાથે મેં ત્રણ અઠવાડિયાં સુધી કામ કર્યું હતું ત્યારે મને દિગ્દર્શક તરીકે અનુપમ ખેરનું વિઝન બહુ ગમ્યું. ફિલ્મનું નિર્માણ અનુપમ ખેર સ્ટુડિયો અંતર્ગત થઈ રહ્યું છે. ફિલ્મમાં વૃંદા ખેર મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે.