• સોમવાર, 29 એપ્રિલ, 2024

મહેંદીવાલા ઘરમાં માનસની એન્ટ્રી  

સોની એન્ટરટેનમેન્ટ પર પ્રસારિત થઈ રહેલી સિરિયલ મહેંદીવાલા ઘરમાં મૌલી (શ્રુતિ આનંદ) અને માનસ (અયાઝ અહેમદ)ના સંબંધો વિશે આખા પરિવારને સત્યની જાણ થાય છે ત્યારે માનસના પાત્રની એન્ટ્રી થાય છે અને કથામાં નવો વળાંક આવે છે. માનસના મનસૂબાઓ વિશે અજાણ પરિવાર મૌલીને ફરીથી માનસ સાથે રહેવા પ્રેરે છે. અંગે માનસનું પાત્ર ભજવી રહેલા અયાઝ અહેમદે જણાવ્યું હતું કે, માનસ તેની મહત્ત્વકાંક્ષા અને આંતરિક હેતુથી પ્રેરિત માણસ છે. તેને જે જોઈએ છે તે મેળવવા કોઈપણ હદ સુધી જઈ શકે એવો છે. આવી સ્થિતિમાં તે પોતાના પરિવારને દગો આપવામાં પણ ખચકાશે નહીં. બાળપણથી માનસે જોયું છે કે મૌલીને મનોજ તરફથી ટેકો મળે છે.

માનસ તેની ગર્લફ્રેન્ડની ઈચ્છાઓ પૂરી કરવાની અને મૌલીને નુકસાન પહોંચાડવાની તક શોધી રહ્યો છે. રોલની તૈયારી માટે મને દિગ્દર્શકોએ એનિમલ ફિલ્મના વરુણના પાત્રને અનુસરવાનું કહ્યું હતું. વરુણ ફિલ્મમાં રણબીર કપૂરના જીજાજીનું પાત્ર હતું. શ્રુતિ આનંદ અને કરણ મહેરા સાથે કામ કરવાની મને મજા આવે છે. અૉનક્રીન ભલે અમારા સંબંધોમાં ખટાશ દર્શાવવામાં આવતી હોય પણ અૉફફ ક્રીન અમે બહુ મસ્તી કરીએ છીએ. માનસનું પાત્ર મારા માટે થોડું મુશ્કેલ હતું, પણ કથા સારી લાગી હોવાથી મેં અૉફર માટે હા પાડી હતી.