• સોમવાર, 29 એપ્રિલ, 2024

બે દાયકા બાદ રવિના કરશે અક્ષય કુમાર સાથે કામ

90ના દાયકાના પોપ્યુલર લવ બર્ડ્સ રહી ચૂકેલા રવિના ટંડન અને અક્ષય પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહેતા હતા. બંનેએ એક સાથે ઘણી હિટ ફિલ્મો આપી હતી અને બંનેની સગાઈ પણ થઈ હતી. જોકે, પછી સગાઈ તૂટતાં વર્ષ 2004 બાદ બંનેએ એકબીજાથી અંતર જાળવી રાખ્યું હતું. હવે કહેવાઈ રહ્યું છે કે બે દાયકા બાદ જોડી ફરી એક વાર રૂપેરી પડદે જોવા મળશે. અક્ષય કુમારની વેલકમ ટુ જંગલ ફિલ્મમાં રવિનાને કાસ્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

અક્ષય કુમારે અંગે જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ હું અને રવિના એક સાથે કામ કરીશું. અમે અગાઉ ઘણી હિટ ફિલ્મો આપી છે અમારા ગીતો આજ સુધી લોકપ્રિય છે. તેથી વેલકમ ટુ જંગલ ફિલ્મમાં રવિના સાથે કામ કરવા આતુર છું. અક્ષય અને રવિનાએ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું અને 90ના દાયકાના અંતમાં બંનેએ સગાઈ પણ કરી હતી. જે બાદ અચાનક બંને અલગ થઈ ગયા હતા પછી અક્ષયે ટ્વીંકલ ખન્ના સાથે વર્ષ 2001માં લગ્ન કર્યા હતા અને રવિનાએ વર્ષ 2004માં બિઝનેસમૅન અનિલ થડાની સાથે લગ્ન કરી લીધાં હતાં.