• સોમવાર, 29 એપ્રિલ, 2024

મેડમ તુસાદ મ્યુઝિમમાં અલ્લુ અર્જુનના સ્ટેચ્યુનું અનાવરણ  

સાઉથના સુપરસ્ટાર અને નેશનલ એવૉર્ડ વિજેતા અલ્લુ અર્જુનને વર્ષ 2021માં આવેલી ફિલ્મ પુષ્પાથી વૈશ્વિક સ્તરે લોકપ્રિયતા મળી છે ત્યારે મૈડમ તુસાદ મ્યુઝિયમમાં તેણે પોતાના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. સાઉથ સિનેમામાં એક પછી એક હિટ ફિલ્મો આપીને ભારતીય સિનેમામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા અલ્લુ અર્જુને 28 માર્ચે દુબઈમાં આવેલા મૈડમ તુસાદ મ્યુઝિમમાં તેના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. અલ્લુએ તેના વેક્સ સ્ટેચ્યુ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ મારા માટે બહુ ખાસ છે કારણ કે વર્ષ 2003માં દિવસે મારી પહેલી ફિલ્મ ગંગોત્રી રિલીઝ થઈ હતી અને આજના દિવસે હું મારા પોતાના સ્ટેચ્યુનું અનાવરણ કરી રહ્યો છું. 21 વર્ષની મારી કારકિર્દી અવિસ્મરણીય રહી છે. યાત્રામાં હું મારા ચાહકોનો આભારી છું. તેમના પ્રેમને કારણે હું અહીં સુધી પહોંચી શક્યો છું. આશા છે કે ભવિષ્યમાં પણ બધાને આવી રીતે ગર્વ કરાવતો રહું.