• સોમવાર, 29 એપ્રિલ, 2024

બારમી એપ્રિલે `પદ્મભૂષણ ઉષા ઉથુપ મેજિક' કાર્યક્રમનું આયોજન  

ભારતીય સંગીત ક્ષેત્રે અભુતપૂર્વ યોગદાન આપવા બદલ પીઢ ગાયિકા ઉષા ઉથુપને પદ્મભૂષણ એવૉર્ડ જાહેર કરવામાં આવ્યો છે. પાંચ દાયકાઓથી ગાયનની પ્રતિભાથી દર્શકોને પ્રભાવિત કરી રહેલા ઉષા ઉથુપે મહારાષ્ટ્રમાં કુષ્ઠ રોગના નિવારણ અને જાગરૂકતા માટે કામ કરી રહેલી એલર્ટ ઇન્ડિયા (ઍસોસિયેશન ફોર લેપ્રસી એજ્યુકેશન, રિહેબિલિટેશન ઍન્ડ ટ્રીટમેન્ટ) નામની સંસ્થા સાથે હાથ મિલાવ્યા છે. માટે મુંબઈના વરલી વિસ્તારમાં આવેલા નહેરુ સેન્ટર અૉડિટોરિયમ ખાતે બારમી એપ્રિલે `પદ્મભૂષણ ઉષા ઉથુપ મેજિક' નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સાંજે સાત વાગ્યે શરૂ થશે.