• ગુરુવાર, 09 મે, 2024

`ઘુમર'માં સૈયામી ખેર એક હાથવાળી બૉલર  

એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી અને રણવીર સિંહની '83 જેવી ક્રિકેટ આધારિત ફિલ્મ બાદ વધુ આ જ વિષયની એક ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું શીર્ષક ઘુમર છે અને આમાં એવી યુવતીની વાર્તા છે જેની પાસે હાથ એક છે પણ જોશ બે હાથ ધરાવનાર બૉલર કરતાં અનેકગણું વધુ છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન કોચની અને સૈયામી ખેર નાયિકાની ભૂમિકામાં છે. તેમની સાથે અંગદ બેદી અને શબાના આઝમી છે. આ ફિલ્મના ટીઝરમાં અભિષેકના દમદાર અવાજમાં સંવાદ સાંભળવા મળે છે. તે કહે છે, લૉજિકલી એક હાથથી કોઈ રમી શકે...નહીં... પણ આ જીવન છે, લૉજિકની રમત નહીં, મેજિકની રમત છે.. મેજિક. 

ઘુમરના ટીઝરમાં અભિષેક અને સૈયામીની ઝલક છે. સૈયામીએ સફેદ રંગનો યુનિફૉર્મ પહેર્યો છે અને તેની પાસે એક જ હાથ છે જેમાં તેણે લાલ રંગનો બૉલ પકડયો છે. જોકે, તે બૉલિંગ કરતી નથી જોવા મળતી પણ તેના બૉલ સ્ટમ્પ્સ ઉડાડતા દેખાડવામાં આવ્યા છે. ઘુમરના દિગ્દર્શક અને લેખક આર. બાલ્કી છે. આ ફિલ્મ 18મી અૉગસ્ટે થિયેટરમાં રજૂ થશે. ટીઝર જોયા બાદ તેના વિશેની ઉત્સુકતા વધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ