• શનિવાર, 27 એપ્રિલ, 2024

શેખર કપૂર બનાવી રહ્યા છે `માસૂમ'ની સિકવલ  

ફિલ્મમેકર શેખર કપૂરની 1983માં રજૂ થયેલી 

ફિલ્મ માસુમ યાદ છે? નસીરુદ્દીન શાહ, શબાના આઝમી અને જુગલ હંસરાજ અભિનીત આ ફિલ્મની સિકવલ બનાવવાની તૈયારી શેખર કરી રહ્યા છે. જોકે, તેમણે આ વિશે કોઈને ખાસ જણાવ્યું નથી. અત્યારે તેઓ માસૂમ : ધ ન્યૂ જનરેશનની પટકથા લખી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન પણ તેઓ જ કરશે. 

હાલમાં શેખર ભારતમાં છે અને માસૂમ : ધ ન્યૂ જનરેશન માટે મિટિંગ કરી રહ્યા છે. લાંબા સમય બાદ શેખરે હિન્દી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે આથી ચાહકો ઉત્સાહિત છે.