• શનિવાર, 13 એપ્રિલ, 2024

નવનિર્મિત અફઘાન ચર્ચ ત્રીજી માર્ચથી ખુલ્લું મુકાશે

મુંબઈ, તા. 29 : દક્ષિણ મુંબઈમાં કોલાબાસ્થિત 165 વર્ષ જૂનું ઐતિહાસિક અફઘાન વૉર મેમોરિયલ ચર્ચનું નૂતનીકરણ પૂર્ણ થયું છે અને આગામી ત્રીજી માર્ચથી બધા માટે ખુલ્લું મૂકવામાં આવશે. માર્ચ 2022માં ચર્ચના નૂતનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. 40થી 50 કુશળ કામદારો અને તજ્ઞોની મહેનતથી કામ પૂર્ણ થયું છે. માટે રૂા. 14 કરોડનો ખર્ચ થયો છે. વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ ઈન્ડિયાએ સીઆઈટીઆઈ તરફથી મળેલા ભંડોળના માધ્યમથી કામ પૂર્ણ કર્યું છે. ચર્ચના મૂળ વાસ્તુ અને સૌંદર્યને જાળવીને નૂતનીકરણ કરાયું છે.

1847થી 1858 દરમિયાન વિક્ટોરિયન ગોથિક શૈલીમાં બાંધવામાં આવેલું અફઘાન વૉર મેમોરિયલ ચર્ચ સંકુલ 20,000 ચો. ફૂટમાં વિસ્તરેલું છે. ચર્ચને હેરિટેજ વાસ્તુ શ્રેણી-1નો દરજ્જો પ્રાપ્ત છે. એના મધ્યભાગમાં 6000 ચો.ફૂટની જગ્યામાં ચર્ચ બાંધવામાં આવ્યું છે. ચર્ચની ઊંચાઈ 32 મીટર અને બેલ ટાવરની ઊંચાઈ 60 મીટર એટલે કે કુલ 200 મીટર છે અને એમાં કુલ આઠ બેલ (ઘંટ) છે. મેમોરિયલ ટેબ્લેટ અને પ્રતિકાત્મક સ્ટેન્ડ કાચની બારીઓ ચર્ચનું મહત્ત્વ દર્શાવે છે. અલ્ટર, ચૅન્સેલ, મેન વેસ્ટિબ્યુલ, લૅન્ડસ્કેપમાંના વૉર મેમોરિયલ્સ અને કૉફિન પરના ધ્વજ ઐતિહાસિક ઘટનાઓની સાક્ષી પૂરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ