મુંબઈ, તા. 6 (પીટીઆઈ): મને થયેલા કૅન્સરનું કારણ જેલવાસ હોવાની શંકા છે, એમ જણાવીને શિવસેના (ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે જણાવ્યું છે કે, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટોક્સી સીટી ટેસ્ટ કરાવવાનું સૂચવ્યું છે, જેથી તેમના ખોરાકમાં ઝેર ભેળવવામાં આવ્યું છે કે કેમ તે જાણી શકાય. સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર એટલી બધી ક્રૂર છે કે તે ગમે તે કરી શકે એમ....