શિવડી-વરલી એલિવેટેડ રિકનેક્ટિવિટી મે સુધીમાં પૂર્ણ કરી
મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : વર્ષ 2027ને `મેટ્રોયર' નક્કી કરવામાં આવ્યું હોવાથી આગામી વર્ષમાં મેટ્રો અને એલિવેટેડ કોરિડોરનું કમ સે કમ 70 કિ.મી. કામ પૂરું કરવાનો નિર્દેશ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે. વોરરૂમના અધિકારીઓને નિર્દેશ આપતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે મેટ્રોના વર્તમાન કામોની ઝડપ વધારી આવતા ડિસેમ્બર સુધીમાં 36 કિ.મી.ને બદલે 50 કિ.મી.નું લક્ષ્ય પાર કરવું જોઈએ. ડી.એન. નગર અને ચેમ્બુર વચ્ચેની મેટ્રોલાઈન ટુબી ઉપર જુહુ સર્કલ ાસે ગર્ડરનું કામ પૂર્ણ કરવા માટે જુહુ સર્કલ પાસે 12 કલાકનો