• શનિવાર, 13 એપ્રિલ, 2024

શરદ પવારના હાથમાં `તુતારી'

રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદચંદ્ર પવાર જૂથને `તુતારી' ચિહ્ન મળ્યા પછી ચિહ્નનું શરદ પવારે રાયગઢના કિલ્લા ઉપર અનાવરણ કર્યું છે તે પછી અનાવરણ સમારંભની ઘણી ટીકા થઈ છે. છત્રપતિનું નામ નહીં લેનારા શરદ પવારને આજે રાયગઢ યાદ આવ્યો એવી ટીકા `મનસે'ના અધ્યક્ષ રાજ ઠાકરેએ કરી છે. જ્યારે ટીકાનો શરદ પવાર જૂથના મુખ્ય પ્રવક્તા મહેશ તપાસે વળતો જવાબ આપ્યો છે. `રાજકીય ક્ષેત્રે અનેક વર્ષ કાર્યરત હોવા છતાં રાજ ઠાકરેનો મનસે પક્ષ મહારાષ્ટ્રના રાજકીય પટલ પર રાજકીય દૃષ્ટિએ નગણ્ય છે. મનસે નામશેષ હોવાના માર્ગ પર છે,' એમ તેમણે જણાવ્યું છે.

જ્યારે અજિત પવાર જૂથના વિધાન પરિષદના વિધાનસભ્ય અમોલ મિટકરીએ રાષ્ટ્રવાદી નેતા જિતેન્દ્ર આવ્હાડનો તુતારી વગાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો અને પ્રશ્ન પૂછ્યો કે ` તુતારી કે પુંગી' અમારે ત્યાં ઉનાળામાં કુલ્ફી વેચનારા આવી રીતે વગાડે છે. તેની સાથે `કુલ્ફીવાલે' એવો હેશટેગ મિટકરીએ આપ્યો છે. `આલી બેકારી, વાજવા તુતારી' એમ લખી મિટકરીએ આવ્હાડને ટોણો માર્યો છે.

વાસ્તવમાં 40 વર્ષ પછી શરદ પવાર રાયગઢના કિલ્લા ઉપર ગયા હકીકત છે. પક્ષને તુતારી ચૂંટણી ચિહ્ન મળ્યા પછી હવે તે ફૂંકવાનો પડકાર શરદ પવાર માટે છે. ખુદે સ્થાપેલો પક્ષ હાથમાંથી ગયો છે, ડઝનેક વિધાનસભ્યો બાદ કરતાં તમામ વિધાનસભ્યો પક્ષ છોડી ગયા છે. `હજી કેટલાક જવાના છે' એવા સમાચાર આવતા રહે છે. આવા સમાચારે મુખ્ય પાત્ર પવારને તુતારી ફૂંકવા લાચાર કર્યા મુદ્દો અલગ છે.

વયના 38મા વર્ષે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા શરદ પવાર 84મા વર્ષે રાયગઢ પહોંચ્યા, ત્યારે છેલ્લા સાડા ચાર દશકામાં બધા સંદર્ભો બદલાયા છે. છત્રપતિ શિવરાયનું રાયગઢનું રૂપ બદલાયું અને શિવરાયના ઇતિહાસની રજૂઆત બદલાઈ ગઈ. રાયગઢ તો જાગતો હોય છે, પણ તેની `યાદ' કોને-ક્યારે આવશે તેના તર્ક-વિતર્ક બદલાયા છે, પણ પવાર  રાજકારણમાં ઝઝૂમી રહ્યા હતા અને આજે પણ ઝઝૂમે છે. આજે તેમના હાથમાં એમની ઉંમર-વય નથી. જ્યારે વિરોધીઓ પાસે સત્તા, યંત્રણા, મનુષ્યબળ છે. પવાર સાથે સહાનુભૂતિ હશે, પણ તેનું રૂપાંતર મતોમાં કરવાનો પડકાર તેમના સમક્ષ છે. શરૂઆતમાં શરદ પવાર વિરુદ્ધ અજિત પવારનો સંઘર્ષ અનેક જણ શંકાથી જોતા હતા, પરંતુ હવે પ્રકરણ ખૂબ આગળ વધી ગયું છે. અજિત પવારની પ્રતિમા ધડાકેબાજ રાજકારણીની છે. તેમની પાસે નેતાઓ છે, સત્તા છે, શરદ પવારની `સેકન્ડ ઈંનિગ' કેવી હશે -યથાવકાશ સમજાશે, પણ મેં હજી જહાજ છોડયું નથી, એમ કહી પવારે ઉંમરમાં તુતારી ફૂંકી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ