• શનિવાર, 27 એપ્રિલ, 2024

હિન્દુદ્વેષી કર્ણાટક સરકાર

કર્ણાટકમાં અજાનના સમયે હિન્દુ દુકાનદારે હનુમાન ચાલીસા શરૂ કરતાં જણાની ટોળીએ દુકાનદારને મરણતોલ માર માર્યો હતો. અજાનના સમયે હનુમાન ચાલીસા શા માટે? અમને ખીજવવા માટે જાણીબૂઝીને બધું કર્યું છે એમ કહી ટોળું દુકાનદાર પર તૂટી પડયું હતું. સદ્નસીબે આસપાસના હિન્દુ દુકાનદારો મદદે દોડી આવ્યા અને જાન બચી ગયો. ભાજપે પણ પ્રકરણની ગંભીર દખલ લઈ, દોષીઓ પર કડક કાર્યવાહીની માગણી ર્ક્યા પછી પોલીસે ત્રણ જણાની ધરપકડ કરી છે, જ્યારે બીજા ત્રણ ભાગતા ફરે છે. બનાવને લઈ હિન્દુ બાંધવ કર્ણાટકમાં સુરક્ષિત નથી અને ધર્માંધો પર કોઈની પકડ નથી તે ફરી એક વખત સાબિત થયું છે.

ભારત એક હિન્દુ બહુમતીવાળો દેશ હોવાને લઈ સમાજમાં સર્વધર્મ સમભાવની ભાવના ટકી છે હકીકત છે. જ્યાં ભાજપ અને મિત્રપક્ષોની વિચારસરણીની સરકાર સત્તારૂઢ છે ત્યાં હિન્દુ સુરક્ષિત છે એવી વાસ્તવિક્તા સ્વીકારવી પડશે. કારણ કે દેશના ખૂણેખાંચરે બનેલી અને બની રહેલી હિન્દુદ્વેષની મોટા ભાગની ઘટનાઓ અન્ય પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં માથું ઊંચકતી જણાય છે. કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ, ડાબેરીઓ જેવા લઘુમતીઓને આળપંપાળ કરનાર પક્ષોની સરકાર જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સત્તારૂઢ થાય છે, ત્યાં ધર્માંધોની હિંમત પરાકાષ્ઠાએ હોય છે. ધર્માંધોને રાજ્ય સરકારનું રક્ષણ મળે છે તેથી બિનધાસ્તપણાની, સુરક્ષિતાની ભાવના હિન્દુદ્વેષીઓને પ્રોત્સાહન આપે છે.

ગુજરાતની એક હૉસ્ટેલમાં ખુલ્લામાં નમાજ પઢવાની બાબતને લઈ મુસલમાન વિદ્યાર્થીઓ સાથે હિન્દુ વિદ્યાર્થીઓની ઝપાઝપી થઈ ત્યારે કોઈપણ હિન્દુ પક્ષ કે નેતાઓ ત્યાં ધસી ગયા નહીં. કારણ કે તેઓ ઇચ્છતા હતા કે કાયદાને કાયદાનું કામ કરવા દો. જ્યારે મુસ્લિમ સંગઠનના પ્રતિનિધિ પહોંચી ગયા હતા. મુસ્લિમોના મસીહા બનવા માગતા હતા એવી સ્પષ્ટ છાપ ઊભી થાય છે.

કર્ણાટકમાં લઘુમતીઓના તુષ્ટીકરણના રાજકીય દાવપેચમાં ત્યાં કૉંગ્રેસનો હિન્દુદ્વેષ પણ સમયાંતરે માથું ઊંચકતો હોય છે. સત્તામાં આવ્યાને વર્ષ પણ નથી થયું ત્યાં હિન્દુ મંદિરોની તિજોરી પર કૉંગ્રેસની વક્રદૃષ્ટિ પડી છે. વર્ષે દસ લાખ રૂપિયાથી વધુની આવક ધરાવતાં મંદિરો પર દસ ટકા ટૅક્સ આકારવાનો ખરડો પણ કર્ણાટક વિધાનસભામાં મંજૂર કરવામાં આવ્યો, પણ ખરડો વિધાનસભામાં મૌખિક મતદાનમાં નામંજૂર થયો. શું ટૅક્સ માટે હિન્દુ મંદિરોને નિશાન બનાવવાનાં? આવા ન્યાયે સિદ્ધરામય્યાએ કેમ ચર્ચ, મસ્જિદ પર ટૅક્સ નાખવાની હિંમત દાખવી નહીં?

રામ મંદિરના લોકાર્પણ દિવસે બહિષ્કાર અને અયોધ્યાનું મંદિર ભાજપનું રામ મંદિર છે. એવી ટિપ્પણો કરવાથી લઈ એક નેતાએ તો સિદ્ધરામય્યા અમારા રામ છે એમ કહી હિન્દુઓની ભાવના દુભવવાની એક પણ તક છોડી નથી. સિદ્ધરામય્યાની આગામી કારકિર્દી પણ છેલ્લા એક વર્ષ પ્રમાણે હિન્દુદ્વેષના નિર્ણયોથી ભરપૂર હોય તો નવાઈ નહીં.

હાલમાં રાજ્યસભા ચૂંટણીનાં પરિણામ પછી કર્ણાટકની વિધાનસભામાં વિજયના ઉન્માદમાં `પાકિસ્તાન ઝિંદાબાદ'નાં સૂત્રો પોકારવાની `િહંમત' કૉંગ્રેસના વિધાનસભ્યોએ દાખવી હતી. શેરીથી ઠેઠ વિધાનસભાના સભાગૃહમાં આપણને કૉંગ્રેસના રાજકીય સંરક્ષણનું કવચ તારશે, એવી ધર્માંધોની ભાવના કર્ણાટકમાં દૃઢ બનેલી જણાય છે.

હવે તો કર્ણાટકના મતદારો અને ખાસ કરીને હિન્દુ બાંધવોએ સિદ્ધરામય્યાની તુષ્ટીકરણની કૉંગ્રેસી નીતિ સમજી લેવી આવશ્યક છે.