• શનિવાર, 27 એપ્રિલ, 2024

ઈડી કેજરીવાલ બન્નેની કસોટી  

દિલ્હી શરાબ કૌભાંડમાં `આપ'ના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કર્યા પછી કોર્ટે તેમને દિવસના રિમાન્ડ આપ્યા છે. દિલ્હી શરાબ નીતિથી સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા કેજરીવાલની વધુ પૂછપરછ માટે ઈડીની કસ્ટડી આવશ્યક હોવાનું કોર્ટએ માન્ય રાખ્યું છે. હવે જોવાનું રહે છે કે રિમાન્ડ અરજીમાં અને તેમની રિમાન્ડ વેળા ઈડીના વકીલએ કોર્ટમાં જે દલીલો કરી તેમાંની મુખ્ય દલીલ હતી કે કૌભાંડનું માસ્ટર માઇન્ડ અરવિંદ કેજરીવાલ છે, કરોડો રૂપિયાની લેતીદેતી થઈ છે, હિસાબી પૈસાનો `આપ' ચૂંટણીમાં પોતાના ઉમેદવારોની જીત માટે ખર્ચ્યા છે. ઉપરાંત બીજા એવા કેટલાક પુરાવાઓ રજૂ કર્યા હતા.

ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહે શરાબ નીતિ અમલમાં મૂકી હતી. નીતિમાં સીધે સીધા કેજરીવાલ સંડોવાયેલા છે. તેમણે શરાબ કારોબારીની તરફેણ કરવા નીતિમાં બદલાવને બદલે કરોડો રૂપિયા મેળવ્યા છે, જેનો હિસાબ મેળવવો આવશ્યક છે. કેજરીવાલે પોતાની સામેના ઇલેક્ટ્રોનિક પુરાવાઓ પણ નાશ કર્યાનો ઈડીનો આક્ષેપ છે. ઈડીએ કેજરીવાલ પર મૂકેલા આરોપો ખૂબ ગંભીર પ્રકારના છે. હવે તે પુરવાર કરવાનો મોટો પડકાર ઈડી સમક્ષ છે અને તેને ખોટા પુરવાર કરવામાં કેજરીવાલની કસોટી થશે.

કેજરીવાલની ધરપકડ પછી તેમની પત્ની સુનિતા કેજરીવાલે ભાજપ સામે મોરચો ખોલતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યો છે કે તેમણે સત્તાના અહંકારમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાવી છે.

અરવિંદ કેજરીવાલને રિમાન્ડ મળી હોવા છતાં હજી સુધી તેમણે મુખ્ય પ્રધાનપદ છોડયું નથી. જેલમાંથી સરકાર ચલાવવાની તેમની ગણતરી છે. સ્થિતિમાં કેજરીવાલ મુખ્ય પ્રધાનપદ છોડે તો કેન્દ્ર સરકાર પાસે તેમને પદથી હટાવવાનો વિકલ્પ છે. બધી પ્રક્રિયા કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. આમ બંધારણીય સંકટના કાળમાં કેન્દ્રીય ગૃહ વિભાગ પાસે દિલ્હીના તાળાની ચાવી છે.

ઉપરાંત કેજરીવાલ સરકાર સમક્ષ તેમના અનુગામી પસંદ કરવામાં કસોટી થવાની છે. કેજરીવાલ જો લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ રહે તો લોકસભાની ચૂંટણીમાં પક્ષનો પ્રચાર કરવામાં ભારે મુશ્કેલી પડવી નક્કી છે. કેજરીવાલ પક્ષના સ્ટાર પ્રચારક છે. ઉપરાંત `આપ'ના ત્રણ નેતાઓ પહેલેથી જેલમાં છે. આમ ચૂંટણી પ્રચારની જવાબદારી બીજી હરોળના નેતાઓ પાર પાડી શકશે અંગે શંકા છે. આમ `આપ'નું ભવિષ્ય પણ સંકટમાં છે.

એક અઠવાડિયા પહેલાં 15મી માર્ચે ઈડીએ તેલંગણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવનાં પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિનાં નેતા કે. કવિતાની હૈદરાબાદથી ધરપકડ કરી હતી. દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા તેમ સંજય સિંહની ઈડી પહેલાં ધરપકડ કરી ચૂકી છે. પ્રકરણમાં ચોથી હાઈ પ્રોફાઇલ ધરપકડ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની થઈ છે. નેતાઓની મની લોન્ડરિંગ કાયદાની જુદી જુદી કલમો હેઠળ ધરપકડ કરાઈ છે.

અરવિંદ કેજરીવાલની દિલ્હી શરાબ કૌભાંડમાં સીધી સંડોવણીના અનેક પુરાવા ઈડી કોર્ટ સમક્ષ રજૂ કરી ચૂકી છે. પ્રકરણમાં ઈડી એક મુખ્ય ચાર્જશીટની સાથે પાંચ પૂરક ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. બધી ચાર્જશીટમાં ઈડી સંપૂર્ણ કૌભાંડમાં `આપ'ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની સંડોવણીનો નિર્દેશ કરે છે.

પોતાની ધરપકડ માટે કેજરીવાલ ખુદ જવાબદાર છે, કારણ કે વારંવારના સમન્સ છતાં તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોતા. તેઓ બંધારણીય પદ પર બિરાજમાન હોવા છતાં કાયદા માટે તેમને માન હોય એવું તેમનું વર્તન નહોતું. ઈડીના સવાલોના જવાબ આપવાના બદલે કેજરીવાલે કોર્ટનો સહારો લીધો હતો, પરંતુ ત્યાંથી પણ તેઓને રાહત નહોતી મળી.

અરવિંદ કેજરીવાલની શરાબ કૌભાંડમાં ધરપકડે લોકસભા ચૂંટણીઓનો ઍજેન્ડા સેટ કરી દીધો છે. આમ આદમી પક્ષે ઘોષણા કરી દીધી છે કે તે અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આખા દેશમાં ધરણા-દેખાવોનું આયોજન કરશે. `આપ'ના કાર્યકર્તા `મૈં ભી કેજરીવાલ'નાં બોર્ડ, બેનર અને ટોપી પહેરીને કેન્દ્ર સરકાર અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે. `આપ'ને કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષોનો સાથ મળવાનું શરૂ થઈ ગયું છે. રાહુલ ગાંધીથી લઈ પ્રિયંકા ગાંધી સુધી કેજરીવાલની ધરપકડ લોકતંત્રને દબાવવાની કાર્યવાહી છે.

અરવિંદ કેજરીવાલ જે કૉંગ્રેસને ભ્રષ્ટ ગણાવતા હતા. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, લાલુપ્રસાદ યાદવ અને શરદ પવારને ભ્રષ્ટ ગણાવતા હતા, આજે તેઓ બધાની સાથે છે. કદાચ કેજરીવાલને અંદાજ આવી ગયો હતો કે, ભ્રષ્ટાચારના રેલાથી તેઓ બચી શકે એમ નથી, આથી `ભ્રષ્ટાચારીઓ' સાથે એક પંગતમાં બેસવા તૈયાર થયા છે.

પહેલી નજરે ધરપકડ પાછળ ભાજપ કે કેન્દ્ર સરકારનો દોરીસંચાર જણાઈ શકે છે, પણ આને માત્ર રાજકીય વૈમનસ્યથી પ્રેરિત પ્રકરણના ચશ્માથી જોવાનું યોગ્ય નહીં ગણાય. હાઈ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના પ્રકરણની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે કોર્ટે ઈડીને પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું જેના આધાર પર તે કેજરીવાલથી પૂછપરછ કરવા ઇચ્છતી છે. પણ ઈડીએ પુરાવાઓની ફાઇલ જજની સામે મૂકી ત્યારે કોર્ટે કેજરીવાલને ધરપકડથી રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કોર્ટની ભાષામાં દેખાય છે કે કોર્ટે અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ પ્રથમદર્શીય પુરાવા હોવાનું જણાયું છે.

સૌથી મોટી વાત છે કે પ્રકરણમાં બીજા આરોપીઓએ ગુનાનો સ્વીકાર કર્યો છે અને તેમના આધાર પર આગળ જતાં અન્ય બીજા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કે. કવિતાની ધરપકડ અને તેમના નિવેદને પણ અરવિંદ કેજરીવાલને આરોપીના પાંજરામાં ઊભા કરવાનું કામ કર્યું છે. કારણ છે કે પ્રકરણમાં `આપ' કે વિપક્ષો ભાજપ તરફ અંગુલિનિર્દેશ કરી શકે એમ નથી.

ધરપકડ પણ કેજરીવાલે હાથે કરીને વહોરી છે, કેમ કે એજન્સી સમક્ષ રજૂ થવા તેમને નવ સમન્સ ગયા વર્ષના નવેમ્બર મહિનાથી મોકલાયાં છે. તેઓ પહેલા એજન્સી સમક્ષ પૂછપરછ માટે હાજર થઈ ગયા હોત તો તેમની ધરપકડનો સમય કંઈક અલગ હોઈ શકતો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરવાની વાત કરતા રહે છે. કાર્યવાહીઓનો લાભ ભાજપને મળી શકે છે. ધરપકડનું ટાઇમિંગ ભાજપ નહીં ખુદ કેજરીવાલનો પ્રપંચ છે.