ધર્મ અને ધાર્મિક રીત-િરવાજોના વિવાદ નવા નથી અને જે નિયંત્રણો મુકાયાં છે તેની ફેરવિચારણા પણ કરવી પડે છે. આ સંદર્ભમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપંચમીના દિવસે અસલી-સાચા નાગની પૂજા કરવાની છૂટ આપવાની માગણી થઈ છે ત્યારે કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટ અને સરકાર કેવો અભિગમ લઈને નિર્ણય કરે છે તે જોવાનું છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં
ભાજપના સભ્ય સત્યજીત દેશમુખે આ મુદ્દો ઉઠાવ્યા પછી અન્ય સભ્યે ટેકો આપ્યો અને
શરદ પવારના પક્ષના સભ્ય જયંત પાટીલ પણ જોડાયા તે જોતાં આ પ્રશ્નને રાજકીય રંગ નહીં
લાગે એવી આશા છે. હવે રાજ્યના વનવિભાગના પ્રધાન ગણેશ નાઈક આગામી બે દિવસમાં કેન્દ્રના
વનવિભાગના પ્રધાન ભૂપેન્દ્ર યાદવને મળીને રજૂઆત કરનાર છે.
વર્ષ 2002માં બૉમ્બે હાઈ કોર્ટે નાગપૂજાની મનાઈ ફરમાવી હતી.
વાઈલ્ડ લાઈફના રક્ષકોએ હાઈ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જંગલમાં નાગ પકડીને પછી ત્રાસ
આપવામાં આવે છે. આ પછી હાઈ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હતો જે હજુ અમલમાં છે.
વિધાનસભામાં ધ્યાનાકર્ષક નોટિસ ઉપર ચર્ચા દરમિયાન જણાવાયું
કે તામિલનાડુમાં જલીકટ્ટુ-બળદ-રેસ ઉપર પ્રતિબંધ મુકાયો હતો પણ સુપ્રીમ કોર્ટે ફેરવિચારણા
કરીને હવે છૂટ આપી છે. કેરળ અને કર્ણાટકના માયસૌરમાં ધાર્મિક ઉત્સવમાં હાથી-ગજરાજોની
સેવા લેવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ભાટીસ શિરાલા ગામમાં નાગપંચમી
અને નાગપૂજાનું ઐતિહાસિક મહત્ત્વ છે તેથી છૂટ આપવી જોઈએ.
વાસ્તવમાં આપણા ધાર્મિક રીતરિવાજો - પર્યાવરણ અને વન્યજીવોની
રક્ષા ધ્યાનમાં રાખીને પરાપૂર્વથી શરૂ થયા છે. પીપળો, તુલસી અને વટવૃક્ષની પૂજા પાછળ
વૈજ્ઞાનિક દૃષ્ટિ છે. દેવ-દેવીઓનાં વાહનો તરીકે પશુ-પક્ષીઓ બતાવાયાં છે તેવી રીતે મહાદેવ-િશવશંકરે
નાગનો હાર પહેર્યો છે. તેમાં પૂજા અને રક્ષણનો સંકેત છે પણ તેનો ઉપયોગ માણસે આજીવિકા
માટે કર્યો છે અને તેમાં મૂંગા જીવને ત્રાસ અપાય છે તેથી નિયંત્રણો મુકાયાં તેમાં જીવદયાની
ભાવના છે. હવે જો જનજાગૃતિ થઈ હોય તો નિયમબદ્ધ છૂટ આપવી જોઈએ - અને એક દિવસની પૂજા
દર્શન બાદ જંગલમાં મુક્ત વિહાર કરવા છોડવાનો નિયમ હોવો જોઈએ. પ્રતિબંધ મુકાયા પછી આદિવાસી-ગરીબ
લોકો ધાતુના રમકડા જેવા નાગ લઈને ફરી રહ્યા છે! જીવંત નાગને બળજબરીથી દૂધ પીવડાવીને
થતી પૂજાના ત્રાસમાંથી મુક્તિ મળવી જોઈએ.