જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના કર્નલ સહિત ચાર જાંબાઝ શહીદ થઈ ગયા છે. એક જવાન લાપતા છે. હુમલાની જવાબદારી લશ્કર-એ-તોયબાથી સંકળાયેલા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ (ટીઆરએફ)એ લીધી છે. અનંતનાગ જિલ્લાના કોકરેનાગમાં આતંકવાદીઓની ઘેરાબંધી કરતી વેળા 19મી રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ અૉફિસર ચંડીગઢ નિવાસી કર્નલ મનપ્રિત સિંહ પાનીપતના મૅજર આશિષ ધોનક અને એક અન્ય જવાન શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ જાટે પણ પ્રાણની આહુતિ આપી છે.
સોશિયલ મીડિયા પર ટીઆરએફ કહે છે કે પૂંછના મોહમ્મદ રિયાઝના મોતનો આ બદલો છે. રિયાઝ પાક અધિકૃત કાશ્મીરમાં માર્યો ગયો હતો. વાસ્તવમાં ટીઆરએફ ચોથી અૉગસ્ટે કુલગામ જિલ્લાના હલાનવન ક્ષેત્રમાં હુમલા માટે જવાબદાર છે. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થઈ ગયા હતા.
સેનાના શ્વાને દેશ પ્રતિ વફાદારી નિભાવવા માટે જાનની બાજી લગાવી છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથે અથડામણ દરમિયાન એક આર્મી ડૉગે કુરબાની આપી છે. કેન્ટ નામનો આ શ્વાન લેબ્રાડોર ડૉગ હતો અને આતંકવાદીઓ સાથે અથડામણમાં જવાનોથી આગળ ચાલી રહ્યો હતો, પણ આતંકવાદીઓની ફાયરિંગમાં તે ફસાઈ જતાં ફના થઈ ગયો.
અનંતનાગના શેર કરો -