• શનિવાર, 27 જુલાઈ, 2024

ધર્મના આધારે આરક્ષણ રદ : બંગાળ હાઈ કોર્ટનો ચુકાદો  

કલકત્તા હાઈ કોર્ટે પશ્ચિમ બંગાળમાં 2010 પછી તૃણમૂલ કૉંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવેલાં ઓબીસી સર્ટિફિકેટો રદ કરી નાખ્યાં છે અને ઓબીસી સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયાને ગેરબંધારણીય ઠરાવી છે અને 37 વર્ગોને આપવામાં આવેલું ઓબીસી અનામત પણ રદ કરી દીધું છે. કોર્ટે કહ્યું છે કે રદ સર્ટિફિકેટોનો ઉપયોગ કોઈપણ રોજગાર પ્રક્રિયામાં નહીં કરી શકાય. જે લોકો સર્ટિફિકેટના આધાર પર અનામત લઈ નોકરી કરી રહ્યા છે તેમને ચુકાદાની અસરથી મુક્ત રાખવામાં આવ્યા છે.

હાઈ કોર્ટે ચુકાદો આપતી વેળા ખૂબ સૂચિત નોંધ લેતાં કહ્યું છે કે મુસલમાનોના કેટલાક વર્ગોને રાજકીય ઉદ્દેશો માટે ઓબીસી અનામત આપવામાં આવ્યું છે. સમસ્ત સમાજ અને લોકતંત્રનું અપમાન છે. કોર્ટે પણ કહ્યું છે કે મુસ્લિમોના જે વર્ગોને અનામત આપવામાં આવ્યું તેનો રાજ્યની સત્તારૂઢ વ્યવસ્થાએ વોટ બૅન્ક તરીકે ઉપયોગ ર્ક્યો છે. સમુદાયોને ગેરવાજબી રીતે ઉતાવળથી અનામતનો લાભ આપવામાં આવ્યો છે. કારણ કે મમતા બેનરજીએ ચૂંટણી વચનોમાં તેઓને લાભ આપવાનું વચન આપ્યું હતું. સ્પષ્ટ છે કે રાજ્ય સરકારે રાજ્યના પછાત વર્ગ પંચની ઉપેક્ષા કરીને ઓબીસીના ઉપ-વર્ગીકરણની ભલામણો કરી, જેમાં અનામત માટે અનુસૂચિત વર્ગોમાંથી 41 મુસ્લિમ સમુદાયના છે. કવાયત વિશેષ લોકોને લાભાન્વિત કરવા માટે હતી.

મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કોર્ટના ચુકાદા પર નારાજગી અને વિરોધ વ્યક્ત કરતાં કહ્યું છે કે અમે આદેશનું પાલન નહીં કરીએ. તેઓના કહેવા પ્રમાણે ભાજપનો ચુકાદો છે, હાઈ કોર્ટનો નહીં. મમતાનું કહેવું છે કે કેટલાંક તોફાની તત્ત્વો પોતાનું કામ એજન્સીઓના માધ્યમથી કરાવે છે. કોના માધ્યમથી તેઓએ ચુકાદો અપાવ્યો છે જે અમે નથી માન્ય રાખતા અને ઓબીસી અનામત ચાલુ રહેશે. હાઈ કોર્ટના આદેશની સરેઆમ અવહેલના કરવી મમતાનો અહંકાર અને મુસ્લિમો પ્રત્યેનો ``વોટ'' પ્રેમ દાખવે છે. હાઈ કોર્ટના ચુકાદાના અનાદરથી તો દેશભરમાં ખોટો સંદેશ જશે.

વાસ્તવમાં હાઈ કોર્ટનો ચુકાદો ઇન્ડિયા ગઠબંધનને પણ મોટી લપડાક છે. પશ્ચિમ બંગાળ સરકારે વોટ બૅન્ક માટે મુસલમાનોને ઓબીસીમાં ખપાવવા માટે અનાપ-શનાપ સર્ટિફિકેટ આપ્યાં છે. રીતે બંગાળ સરકાર તુષ્ટીકરણની બધી હદ વટાવી ગઈ છે. ઉલ્લેખ કરવો ઘટે કે વર્ષો પહેલાં લોકો કૉંગ્રેસના તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘના નિવેદનનું સમર્થન કરતા હતા કે દેશનાં સંસાધનો પર પહેલો હક મુસલમાનોને છે. લોકો છે જે સતત સરકારી જમીનો વકફ બોર્ડને આપી રહ્યા છે અને બદલામાં મત માગી રહ્યા છે. વોટ બૅન્ક રાજનીતિની પરાકાષ્ઠા પર કલકત્તા હાઈ કોર્ટે વેળાસર પ્રહાર ર્ક્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક