43 વર્ષીય દર્દી વેન્ટિલેટર પર, આઠ વર્ષમાં છઠ્ઠીવાર સંક્રમણની વાપસી
તિરૂવનંતપુરમ્, તા. 11 : કેરળમાં ચાલુ વર્ષે નિપાહ વાયરસનો પહેલો કેસ મળ્યો
છે. કોઝિકોડનો રહેવાસી દર્દી 43 વર્ષનો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજ્ય સરકારે
સમગ્ર પ્રદેશમાં હાઈએલર્ટ જાહેર કરી દીધો હતો. હળવો તાવ આવતાં દર્દીને ખાનગી હોસ્પિટલમાં
દાખલ કરાવ્યો હતો પછી કોઝિકોડ મેડિકલ કોલેજમાં ખસેડાયો.....