મેક્સિકોમાં ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો : કૅનેડા અને અમેરિકામાં કાલે યોજાશે
48 ટીમના 1248 ખેલાડી વચ્ચે ફૂટબૉલનો સર્વોચ્ચ ખિતાબ હાંસલ કરવા 39 દિવસ સુધી
104 મૅચની ટક્કર
મેસ્સી અને રોનાલ્ડો 6 વિશ્વ કપ રમનારા પહેલા ખેલાડી બનશે
નવી દિલ્હી, તા.11: દુનિયાની સૌથી લોકપ્રિય ગણાતી રમત ફૂટબોલના મહાકુંભ ફીફા
વર્લ્ડ કપનું કાઉન્ટ ડાઉન સમાપ્ત થયું છે. આ વખતે પહેલીવાર 48 ટીમના 1248 ખેલાડી વચ્ચે
ફૂટબોલનો સર્વોચ્ચ ખિતાબ હાંસલ કરવા માટે 39 દિવસ સુધી 104 મેચની ટક્કર થશે. આ ઉપરાંત
આ વખતે પહેલીવાર ત્રણ દેશ અમેરિકા, કેનેડા અને....