અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 13
: જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય
વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુ:ખદ ઘટના
બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં
બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારનાં વન અને....