• ગુરુવાર, 09 મે, 2024

નેપાળમાં ફરી 3.6ની તીવ્રતાનો ભૂકંપ

કાઠમંડુ, તા.5 : નેપાળમાં 157 લોકોને ભરખી જનાર વિનાશક ભૂકંપના એક દિવસ બાદ ફરી 3.6નો ભૂકંપ આવતાં ભયનો માહોલ છવાયો છે. આ પહેલા આવેલા ભૂકંપની તીવ્રતા 6.4 હતી. રવિવારના આંચકાને કારણે જાનહાની કે નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. 

રવિવારે 3.6ની તીવ્રતાના વધુ એક ભૂકંપે ચિંતા વધારી છે. ભૂકંપ સવારે 4:38 મિનિટે આવ્યો અને તેનું કેન્દ્ર કાઠમંડુથી 169 કિમી દૂર ઉત્તર પશ્ચિમમાં જમીનની 10 કિમી અંદર હતુ. શનિવારે બપોરે 3.3ની તીવ્રતાનો એક આફરશોક આવ્યો હતો. આમ નેપાળમાં ભૂગર્ભિય હલચલ સતત ચાલુ છે. 2015 બાદ નેપાળમાં આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 9000 લોકોના મૃત્યુ થયા હતા. શનિવારે આવેલો ભૂકંપ ત્યાર પછીનો સૌથી વિનાશકારી છે. ભૂકંપે ભારે તારાજી સર્જી હોવાથી લોકો ઠંડીના માહોલમાં ખુલ્લામાં રહેવા મજબૂર છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ