• શનિવાર, 27 એપ્રિલ, 2024

કેકેઆરના બૉલર હર્ષિત રાણાને મૅચ ફીનો 60 ટકાનો દંડ  

કોલકતા, તા.25 : કોલકતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ગઈકાલે ઇડન ગાર્ડન પર મેચ રમાયો હતો. મેચમાં કેકેઆરના મીડિયમ પેસર હર્ષિત રાણાએ આખરી ઓવરમાં 13 રન ડિફેન કરીને ટીમનો દિલધડક જીત અપાવી હતી. જો કે મેચ બાદ હર્ષિત રાણાને ફટકાર લાગી હતી અને તેના પર મેચ ફીનો દંડ થયો હતો. હર્ષિત રાણાએ હરીફ ટીમના બે ખેલાડી મયંક અગ્રવાલ અને હેનરિક કલાસેનને આઉટ કર્યા બાદ ખરાબ વ્યવહાર કર્યો હતો. આથી રેફરીએ તેના પર મેચ ફીનો 60 ટકાનો દંડ ફટકાર્યો છે. હર્ષિત રાણાએ મેચ પછીની સુનાવણીમાં પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. મેચ બાદ કેકેઆરના કપ્તાન શ્રેયસ અય્યરે જણાવ્યું કે, 17મી ઓવર પછી અમારા પર દબાણ વધી રહ્યં હતું. 

ઇમાનદારીથી કહું તો આખરી ઓવરમાં કંઈપણ થઈ શકે તેમ હતું. મેં હર્ષિતને કહ્યં કે, આપણે હારીએ તો પણ કોઈ વાત નહીં. વાત તારા હાથમાં નથી. તું પ્રેશર વિના બોલિંગ કરે તારી રમતની પળો છે.