• રવિવાર, 28 એપ્રિલ, 2024

હોકી ઇન્ડિયાના વાર્ષિક પુરસ્કાર હરીફાઇમાં હરમનપ્રિત, શ્રીજેશ અને સવિતા પુનિયા સામેલ   

31મીએ એવૉર્ડ એનાયત થશે

નવી દિલ્હી, તા.28: હોકી ઇન્ડિયાએ 31 માર્ચે યોજનારા તેના વાર્ષિક પુરસ્કાર સમારોહ માટેના નોમિનેટ ખેલાડીનાં નામની જાહેરાત કરી છે. જેમાં અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ અને સવિતા પુનિયા ક્રમશ: પુરુષ અને મહિલા વર્ગમાં વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીની દોડમાં સામેલ છે. શ્રીજેશ અને સવિતાએ ભારત માટે સતત સારો દેખાવ કર્યો છે. બન્નેને વર્ષના સર્વશ્રેષ્ઠ ગોલકીપર માટે પણ નામાંકિત કરાયાં છે. 

ભારતની પુરુષ ટીમના કેપ્ટન હરમનપ્રિત સિંઘ પણ બે વર્ગમાં એવોર્ડની રેસમાં છે. તે વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી ઉપરાંત સર્વશ્રેષ્ઠ ડિફેન્ડર એવોર્ડ માટે દાવેદાર છે. બન્ને વર્ગમાં વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીને પુરસ્કારરૂપે 25-25 લાખ રૂપિયા અને ટ્રોફી મળે છે. ગોલકીપિંગ ટ્રોફી જીતનારને પાંચ લાખ મળે છે. હોકી ઇન્ડિયાની વિજ્ઞપ્તિ અનુસાર 8 વર્ગમાં કુલ 32 ખેલાડી નોમિનેટ થયા છે. પુરસ્કારની કુલ રાશી 7.56 કરોડ રૂપિયા છે. હોકી ઇન્ડિયાના અધ્યક્ષ દિલીપ ટિર્કીએ કહ્યં છે. બન્ને ટીમના શાનદાર દેખાવને લીધે નામાંકિત ખેલાડીઓમાંથી સર્વશ્રેષ્ઠ ખેલાડીની પસંદગી કરવી પડકારરૂપ કાર્ય બની રહેશે.