• રવિવાર, 28 એપ્રિલ, 2024

મેડ્રિડ માસ્ટર્સમાં પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં  

મેડ્રિડ, તા.28 : મેડ્રિડ સ્પેન માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતીય સ્ટાર પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. વિશ્વ ક્રમાંકમાં 11મા નંબરની ભારતીય શટલરે પ્રી. ક્વાર્ટર મેચમાં 63મા ક્રમની ચીની તાઇપેની ખેલાડી હાંગ યૂ હુંગને 21-14 અને 21-12થી સજ્જડ હાર આપી હતી. અગાઉ સિંધુનો પહેલા રાઉન્ડમાં કેનેડાની ખેલાડી વાંગ યૂ ઝાંગ વિરુદ્ધ ફકત 30 મિનિટમાં 21-16 અને 21-12થી વિજય થયો હતો. બીજી તરફ ભારતની યુવા ખેલાડી અશ્મિતા ચહલ પહેલા રાઉન્ડમાં થાઇલેન્ડની ખેલાડી રત્નાચોક ઇંતાનોન સામે 13-21 અને 11-21થી હારીને બહાર થઇ હતી. પુરુષ વર્ગમાં ભારતના કિદાંબી શ્રીકાંત, કિરણ જોર્જ, મિથૂન મંજૂનાથ પહેલા રાઉન્ડમાં હારીને બહાર થયા છે.