• સોમવાર, 29 એપ્રિલ, 2024

રોહન બોપન્ના ફરી ઇતિહાસ રચશે : મિયામી ઓપન ડબલ્સની ફાઇનલમાં   

મિયામી, તા.29 : ભારતનો અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેનો ઓસ્ટ્રેલિયન જોડીદાર મેથ્યૂ ઇબડેન મિયામી ઓપનના મેન્સ ડબલ્સના ફાઇનલમાં પહોંચ્યા છે. ઇન્ડો-ઓસ્ટ્રેલિયન જોડીએ સેમિ ફાઇનલમાં સ્પેનના માર્સેલ ગ્રેનોલર્સ અને આર્જેન્ટિનાના હોરાસિયો જેબાલોસને 6-1 અને 6-4થી હાર આપી હતી. વર્ષે ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની ઇતિહાસ રચનાર રોહન બોપન્ના અને તેનો જોડીદાર મેથ્યૂ ઇબડેન ફાઇનલમાં ક્રોએશિયાના ઇવાન ડોડિન અને અમેરિકાના ઓસ્ટિન ક્રાજિસેકની જોડી સામે ટકરાશે.  જોડીનો બીજા સેમિ ફાઇનલમાં જર્મનીના કેવિન અને ટિમ સામે રસાકસી બાદ 6-4, 6-7 અને 10-7થી વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનની જીત બાદ 44 વર્ષીય રોહન બોપન્ના નંબર વન ક્રમાંક પર પહોંચનારો સૌથી મોટી વયનો ટેનિસ ડબલ્સ ખેલાડી બન્યો હતો. સાથે લિયેન્ડર પેસ પછી તમામ 9 એટીપી માસ્ટર્સ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચનારો બોપન્ના ભારતનો બીજો ખેલાડી બન્યો છે.