અભિનેતાના બાંદ્રાના ઘરની ત્રણ વખત રેકી : આમિર બહાર ન નીકળતા નિશાન બદલ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ થવાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને નવી માહિતી મળી છે કે 20 સપ્ટેમ્બરે હરિયાણાથી મુંબઈ આવેલા શૂટરોનો અસલી ટાર્ગેટ આમિર ખાન હતો. લૉરેન્સ બિશ્નોઈ ગૅંગના ઈશારા પર મુંબઈ પહોંચેલા શૂટરોએ આમિર ખાનના બાંદ્રામાં આવેલા ઘરની ત્રણ વખત રેકી કરી....