• બુધવાર, 25 નવેમ્બર, 2026

કાર્તિકૈ દીપ પ્રગટયો પણ સુપ્રીમે આદેશ આપ્યો ત્યાં નહીં

ભારે હોબાળો અને હિંસા વચ્ચે પૂજારીઓની એક નાની ટુકડીએ ઉચ્છિપિલ્લૈયાર મંદિરની ઉપર દીવો પ્રગટાવ્યો

નવી દિલ્હી, તા.24: તણાવ અને વિવાદ વચ્ચે તમિલનાડુના મદુરાઈ સ્થિત થિરુપરનકુંદ્રમ પહાડી પર કાર્તિકૈ દીપમ ઉત્સવના અવસરે દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામી મંદિરના પૂજારીઓની એક નાની ટુકડીએ ઉચ્છિપિલ્લૈયાર મંદિરની ઉપર આવેલા પરંપરાગત સ્થળે આ દીવો પ્રગટાવ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં મંજૂરી આપી હોવા છતાં દીપાથૂન નામના પથ્થરના સ્તંભ પર દીવો...