• શનિવાર, 20 એપ્રિલ, 2024

અંબુજાએ 5000 કરોડમાં ખરીદી સાંઘી ઇન્ડસ્ટ્રીઝ  

નવી દિલ્હી, તા. 3 :  અદાણી જૂથે ગુજરાતમાં કચ્છ  સ્થિત સાંઘી ઇન્ડસ્ટ્રીઝને પૂર્ણ  રોકડ સોદામાં હસ્તગત કરી છે, કંપનીનું મૂલ્ય રૂ. 5,000 કરોડ છે. કંપનીના નિવેદન અનુસાર, અંબુજા સિમેન્ટ્સ, પ્રમોટર્સ પાસેથી સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના 14.66 કરોડ શેર હસ્તગત કરવા માટે રૂ. 300 કરોડની ઇન્ટર-કોર્પોરેટ ડિપોઝિટ કરશે, જે કુલ શેરહોલ્ડિગના 56.74ટકા  છે. સિમેન્ટ મેજર કંપની અલ્પાંશ શેરધારકોને 26 ટકા  હિસ્સો અથવા કંપનીના 6.71થી વધુ શેર માટે રૂ. 114.22 પ્રતિ શેરના ભાવે ખુલ્લી ઓફર પણ કરશે. સંપાદનમાં સાંઘીની ઇક્વિટીનું મૂલ્ય રૂ. 2,950.6 કરોડ છે. 

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આ હસ્તાંતરણને અંબુજા સિમેન્ટ્સની વૃદ્ધિની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, `સાંઘી ઇન્ડસ્ટ્રીઝ સાથે હાથ મિલાવીને અંબુજા તેની બજાર હાજરીને વિસ્તારવા, તેના ઉત્પાદન પોર્ટફોલિયોને મજબૂત કરવા અને બાંધકામ સામગ્રી ક્ષેત્રમાં અગ્રણી તરીકે તેની સ્થિતિને મજબૂત કરવા માટે તૈયાર છે.