• મંગળવાર, 24 નવેમ્બર, 2026

`રામાયણ'ના નિર્માતા અને દિગ્દર્શક સામે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પ્રભુ શ્રીરામનું અપમાન અને રાવણનું મહિમામંડન કરવા બદલ કડક કાર્યવાહીની માગણી

મુંબઈ, તા. 23 : તાજેતરમાં પ્રદર્શિત થયેલા રામાયણ : રાઈઝ ઓફ લિજેન્ડ ફિલ્મમાં  અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે મૂળ વાલ્મીકિ રામાયણની ગંભીર વિકૃતિ કરીને કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીઓ જાણીજોઈને દુભાવવામાં આવી છે. આ ગંભીર બાબત સામે કાયદેસર પગલાં ભરતાં હિન્દુ જનજાગૃતિ સમિતિના પ્રવક્તા સતીશ કોચરેકરએ મુંબઈના મુલુંડ (પ.) પોલીસ સ્ટેશનમાં ચલચિત્રના નિર્માતા નમિત....