• શનિવાર, 27 એપ્રિલ, 2024

ભારત-બાંગ્લાદેશ બૉર્ડરે સીએએના વિરોધમાં રૅલી : બેનાં મૃત્યુ  

છાત્ર સંઘ અને અન્ય સમૂહોએ કર્યો હોબાળો : પોલીસ તપાસ શરૂ

શિલોંગ, તા. 28 : મેઘાલયમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ)ના વિરોધમાં રેલી કરવામાં આવી હતી. રેલીનું આયોજન પૂર્વી ખાલી હિલ્સ જિલ્લામાં ખાસી છાત્ર સંઘ અને અન્ય સમૂહ દ્વારા કરવામાં આવ્યું હતું. દરમિયાન સોહરા સિવિલ સબ ડિવિઝનના ઈચામતી વિસ્તારમાં ભીડે કથિત રીતે બે લોકોની હત્યા કરી નાખી હતી. વિસ્તાર શિલોંગથી માત્ર 80 કિમી દૂર છે. જે ભારત-બંગલાદેશ આંતરરાષ્ટ્રીય બોર્ડરની નજીક છે. વિસ્તારમાં સ્વદેશી અને બંગલાદેશી મૂળના લોકો વસવાટ કરે છે. 

પોલીસ સૂત્રના કહેવા પ્રમાણે મૃતક રાહગીર હતા. સભામાં ઉપસ્થિત લોકોએ સભા બાદ હંગામો શરૂ કર્યો હતો. જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા. પૂર્વી ખાસી હિલ્સના પોલીસ અધિક્ષક ઋતુરાજ રવિએ કહ્યું હતું કે એસાન સિંગ અને એલ સુજીત દત્તાના મૃતદેહ ક્રમશ: ઈચામતી અને ડાલડામાંથી મળી આવ્યા હતા. પૂછપરછ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સ્થનિક પોલીસ સ્ટેશનની ટીમ અને વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તથ્યોની જાણકારી મેળવવા માટે મેજિસ્ટ્રેટને પણ સ્થળ ઉપર મોકલી દેવામાં આવ્યા છે.