• રવિવાર, 28 એપ્રિલ, 2024

દિવંગત મુકેશના સુપ્રસિદ્ધ સ્વર કમલેશ અવસ્થીનું નિધન   

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 28 : માત્ર ભાવનગર નહીં, પણ સમગ્ર દેશ-વિદેશમાં ગાયિકી ક્ષેત્રે મુકેશની ખોટ પૂરી કરનારા કમલેશ અવસ્થીનું આજે અમદાવાદ ખાતે 79 વર્ષની વયે નિધન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હતા. તેમની અંતિમ યાત્રા આવતીકાલે શુક્રવારે સવારે નવ વાગ્યે તેમના નિવાસસ્થાન સેટેલાઈટ, અમદાવાદથી થલતેજ ગૃહે જવા નીકળશે. 

તેમનો જન્મ 1945માં સાવરકુંડલામાં થયો હતો. તેઓ પ્રશ્નોરા નાગર હતા. તેમણે એમએસસી, પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો હતો અને ભાવનગર યુનિ. કેમેસ્ટ્રી ભવનના પૂર્વ વ્યાખ્યાતા રહી ચૂક્યા છે. તેમને બે પુત્રો છે અને કલાપ્રેમી પત્ની મીનાબેનને વિલાપ કરતા છોડી ગયા છે. તેમણે ઙ્ગખીસયતવ શત છયબજ્ઞક્ષિઙ્ઘનું બિરુદ મેળવ્યું હતું. ઉપરાંત તેઓ સંગીતનાં વિવિધ ક્ષેત્રે-રાજ્ય-રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સાતેક એવૉર્ડ વિજેતા અને ભારતીય વિદ્યા ભવન યોજિત અૉલ ઈન્ડિયા સુગમ સંગીત સમારોહમાં ગુજરાતમાંથી એકમાત્ર આમંત્રિત તેમ લિમકા અને મિલેનિયમ મુકેશ મેમોરિયલ એવૉર્ડ વિજેતા પણ છે.