• રવિવાર, 28 એપ્રિલ, 2024

કૉંગ્રેસને ચૂકવવો પડશે રૂ.523 કરોડનો ઇન્કમ ટૅક્સ?  

ટૅક્સને પડકારતી અરજી દિલ્હી હાઇ કોર્ટે ફગાવી

નવી દિલ્હી, તા.28 : દિલ્હી હાઇ કોર્ટે અરજી ફગાવી દેતા કોંગ્રેસે ઇન્કમ ટેક્સ વિભાગને રૂ.523 કરોડ ચૂકવવા પડી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા માઠી આર્થિક હાલતની કાગારોડ મચાવનાર દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીને ગુરુવારે સુનાવણી દરમિયાન દિલ્હી હાઇ કોર્ટમાં મોટો ઝટકો લાગ્યો હતો. હાઇ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી જેમાં વર્ષ 2017-18, 2018-19, 2019-20 અને 2020-21 માટે આયકર વિભાગની રૂ.પર3 કરોડની ટેક્સ માગને પડકારવામાં આવી હતી.

લોકસભા ચૂંટણી પહેલા ઇન્કમ ટેકસ વિભાગે કોંગ્રેસ પાસે ટેક્સ રૂપે રૂ.523.87 કરોડની માગ કરી હતી જેને કોંગ્રેસે હાઇ કોર્ટમાં પડકારી હતી. આયકર વિભાગના અધિકારીઓએ ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ કોંગ્રેસની આવકની આગળની તપાસ માટે પૂરતાં પુરાવા એકઠા કર્યાનું સામે આવ્યું છે.