• રવિવાર, 28 એપ્રિલ, 2024

પીવા પાણી નથી ને ખરીદ્યા જાસૂસી ડ્રૉન !  

ચીનના ઈશારે માલદીવની ભારત વિરોધી અકડ

નવી દિલ્હી, તા.28 : હિંદ મહાસાગર સ્થિત નાનો એવો ટાપુ દેશ માલદીવ પીવાના પાણીના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે પરંતુ તેની ભારત વિરોધી અકડ ઓછી થઈ નથી. માલદીવ ભારતની જાસૂસી કરવા સૈન્ય ડ્રોનની ખરીદી કરી છે. ત્રણ ત્રણ વાર પાણીનો પોકાર કર્યા બાદ ચીને તિબેટથી પાણી ભરેલું એક જહાજ માલદીવ મોકલ્યું છે, દેશમાં પ્રવાસીઓની સંખ્યા સતત ઘટી રહી છે, પીવાનાં પાણીની ભારે તંગી છે તેવા સમયે માલદીવે તૂર્કી પાસેથી ખાસ જાસૂસી માટે વપરાતા સૈન્ય ડ્રોનની ખરીદી કર્યાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. કહેવાય છે કે, માલદીવની નવી મુઇજ્જુ સરકાર ચીનના ઈશારે નાચી રહી છે અને ક્ષેત્રિય જાસૂસી યોજનાને અંજામ આપવા ડ્રોનની ખરીદી કરાવી છે. માલદીવ સરકારે તૂર્કીને જાસૂસી ડ્રોન બાયરકતાર ટીબી- નો ઓર્ડર આપ્યો છે. જેની સપ્લાય પણ શરૂ કરી દેવામાં આવી છે. તૂર્કીના ડ્રોન જાસૂસી તથા સૈન્ય અભિયાનોમાં અસરકારક કામગીરી માટે વખણાય છે.