• શનિવાર, 27 એપ્રિલ, 2024

ડરાવવા-ધમકાવવા એ કૉંગ્રેસની સંસ્કૃતિ : વડા પ્રધાન  

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 28 : દેશના વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડને લખેલા પત્ર સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પત્રની કૉપીને રીપોસ્ટ કરીને લખ્યું છે કે, ``બીજાને ડરાવવા-ધમકાવવા કૉંગ્રેસની જૂની સંસ્કૃતિ છે. પાંચ દાયકા પહેલાં તેમણે `પ્રતિબદ્ધ ન્યાયતંત્ર'ની વાત કરી હતી. કૉંગ્રેસ પોતાના સ્વાર્થો માટે બેશરમીથી બીજા પાસેથી પ્રતિબદ્ધતા ઈચ્છે છે, પરંતુ દેશ પ્રત્યેની પોતાની કોઈ પ્રતિબદ્ધતાથી દૂર રહે છે. 140 ભારતીયો કૉંગ્રેસનો અસ્વીકાર કરે છે એમાં કોઈ આશ્ચર્ય નથી.''

વકીલોએ ભારતના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડને લખેલા પત્રમાં ન્યાયતંત્રની અખંડતા પરના જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, કેટલાક `ખાસ જૂથ' ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.