• સોમવાર, 29 એપ્રિલ, 2024

કાલે ઇન્ડિયા બ્લૉકની રૅલી : 13 દળના નેતાઓ જોડાશે  

નવી દિલ્હી, તા. 29 : લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો એક્ટિવ મોડમાં આવી ગયા છે. જેના હેઠળ 31મી માચૃના રોજ ઈન્ડિયા બ્લોકની મહારેલી થશે.  રેલીમાં મલ્લીકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને શરદ પવાર પણ સામેલ થશે. જાણકારી મુજબ રેલીમાં ઈન્ડિયા ગઠબંધનના 13 સહયોગી દળ સામેલ થવાના છે. રેલીમાં ઈન્ડિયા બ્લોકનું બેનર લાગેલું હશે. જેના ઉપર તાનાશાહી હટાઓ, લોકતંત્ર બચાવોના નારા લખેલા હશે. ઝારખંડના પુર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પણ રેલીને સંબોધન કરશે.

દિલ્હી પોલીસે રેલીને મંજૂરી આપી દીધી છે. જો કે 20 હજાર લોકો એકત્રિત કરવાની શરતે મંજૂરી મળી છે. રેલીમાં મલ્લીકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડેરેક ઓબ્રાયન, ટી શિવા, ફારુક અબ્દુલ્લા, ચંપઈ સોરેન, કલ્પના સોરેન, સીતારામ યેચુરી, ડી રાજા, દીપંકર ભટ્ટાચાર્ય વગેરે સામેલ થશે. થોડા સમય પહેલા આપ અને કોંગ્રેસ નેતાઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કહ્યું હતું કે વડા પ્રધાને તાનાશાહી વલણ અપનાવીને લોકતંત્રની હત્યા કરી દિલ્હીના મુખ્ય પ્રધાનની ધરપકડ કરી લીધી છે.