• મંગળવાર, 01 જુલાઈ, 2025

હવેથી આધાર કાર્ડ નહીં હોય તો પાન કાર્ડ બની શકશે નહીં

31 ડિસેમ્બર સુધીમાં આધાર સાથે લિંક નહીં કરાય તો પાન કાર્ડ બંધ થશે

નવી દિલ્હી, તા. 29 : સરકારે પાનકાર્ડના નિયમોમાં બદલાવ કર્યો છે. પહેલી જુલાઇથી આધારકાર્ડ નહીં હોય, તેવા નાગરિકો પાનકાર્ડ મેળવી શકશે નહીં. આવાં પગલાંથી કરચોરી પર અંકુશ આવશે, તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. એ સિવાય પાનકાર્ડ છે, તેમણે પણ 31મી ડિસેમ્બર સુધીમાં આધાર સાથે જોડાણ કરવું પડશે.....