• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ઇન્ડિયા અૉપનમાં થાઇલૅન્ડનો કુનલાવુત અને કોરિયાની એન સે યંગ ચૅમ્પિયન

નવી દિલ્હી, તા.23 : થાઇલેન્ડનો ઉભરતો યુવા ખેલાડી કુનલાવુત વિતિદસર્ન અને દ. કોરિયાની 20 વર્ષીય ખેલાડી એન સે યંગ ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યા છે. ગઈકાલે રાત્રે રમાયેલા પુરુષ વિભાગમાં ફાઇનલમાં 21 વર્ષીય અને આઠમા ક્રમના થાઈ ખેલાડી કુનલાવુતે ડેનમાર્કના વર્લ્ડ નંબર વન વિક્ટર એક્સેલસેનને 22-20, 10-21 અને 21-12થી હાર આપી હતી જ્યારે મહિલા વિભાગના સિંગલ્સ ફાનઇનલમાં દ. કોરિયાની એન સે યંગએ જાપાનની અનુભવી ખેલાડી અકાને યામાગૂચીને 15-21, 21-16 અને 21-12થી હાર આપીને ઇન્ડિયા ઓપન-750 બેડમિન્ટન ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું હતું.